આ વખતે ચીનને પોતાની ચાલાકી પડશે ભારે, ભારતે તમામ મોરચે કરી છે જબરદસ્ત તૈયારીઓ

ચીન લદાખની ગલવાન વેલીમાં પોતાના સૈનિકોની હાજરી વધારીને ભારતને ઘેરવાની કોશિશમાં લાગ્યુ છે. પરંતુ ભારત સરહદે ડ્રેગનની દરેક ચાલ નિષ્ફળ કરી રહ્યું છે. ભારતે લદાખમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે અને ચીનની કોઈ પણ નાપાક હરકતનો જવાબ આપવા માટે એકદમ સજ્જ છે. હકીકતમાં કોરોના બીમારી અંગે દુનિયાને સમયસર જાણકારી ઉપલબ્ધ ન કરવાનો આરોપ ઝીલી રહેલા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત વિરુદ્ધ પ્રેશર ટેક્ટિક્સનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ WHOથી લઈને અન્ય મંચો પર ભારતે ચીન માટે એવો જબરદસ્ત ચક્રવ્યૂહ તૈયાર કર્યો છે કે તેમાંથી ચીનનું બચવું મુશ્કેલ છે. 

આ વખતે ચીનને પોતાની ચાલાકી પડશે ભારે, ભારતે તમામ મોરચે કરી છે જબરદસ્ત તૈયારીઓ

નવી દિલ્હી: ચીન લદાખની ગલવાન વેલીમાં પોતાના સૈનિકોની હાજરી વધારીને ભારતને ઘેરવાની કોશિશમાં લાગ્યુ છે. પરંતુ ભારત સરહદે ડ્રેગનની દરેક ચાલ નિષ્ફળ કરી રહ્યું છે. ભારતે લદાખમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે અને ચીનની કોઈ પણ નાપાક હરકતનો જવાબ આપવા માટે એકદમ સજ્જ છે. હકીકતમાં કોરોના બીમારી અંગે દુનિયાને સમયસર જાણકારી ઉપલબ્ધ ન કરવાનો આરોપ ઝીલી રહેલા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત વિરુદ્ધ પ્રેશર ટેક્ટિક્સનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ WHOથી લઈને અન્ય મંચો પર ભારતે ચીન માટે એવો જબરદસ્ત ચક્રવ્યૂહ તૈયાર કર્યો છે કે તેમાંથી ચીનનું બચવું મુશ્કેલ છે. 

LAC પર ભારતે કરી છે જબરદસ્ત તૈયારી
ભારતે લદ્દાખ સરહદે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખુબ મજબુત બનાવ્યું છે. જેનાથી ચીન ધૂંધવાયું છે. ભારત લદાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી 3488 કિમી લાંબી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)ના ઊંચાઈવાળા વિવાદિત વિસ્તારોમાં રોડ અને એર કનેક્ટિવિટીના મામલે ચીનના દબદબાને સતત પડકારી રહ્યું છે. 

WHOમાં પણ ચીનને પડકારશે ભારત!
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક્ઝિક્યુટિવ બોર્ડની કમાન ભારતના હાથમાં આવી છે. કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ. અનેક રિપોર્ટ્સ છે કે શરૂઆતમાં ચીને આ વાયરસના કેસ દુનિયાથી છૂપાવ્યાં. ધીરે ધીરે કોરોના સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો અને હવે હાલાત એ છે કે 3 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ચીનની જવાબદારી નક્કી કરવાની ડિમાન્ડ દુનિયાના અનેક દેશોએ કરી છે. હવે ચીન પર સકંજો કસવાની શરૂઆત થઈ ગઈ છે. આ બાજુ ચીનનો બચાવ કરનારી WHOની ભૂમિકા પણ નક્કી થશે. ભારત સરહિત દુનિયાના 62 દેશોએ કોરોના પર એક સ્વતંત્ર તપાસની માગણી કરી છે. જો WHO ચીન સામે તપાસ શરૂ કરશે તો અનેક છૂપાયેલા તથ્યો સામે આવશે. 

તાઈવાન સાથે ભારત, ચીનને લાગ્યા મરચા
તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેનના શપથગ્રહણ સમારોહમાં ભાજપના બે સાંસદોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેતા ચીનને મરચા લાગ્યા છે. તેણે ભારતને પોતાના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપથી બચવા જણાવ્યું છે. બુધવારે તાઈવાનના રાષ્ટ્રપતિનો શપથગ્રહણ સમારોહ હતો. દિલ્હીથી ભાજપના સાંસદ મીનાક્ષી લેખી અને રાજસ્થાનના ચુરુથી સાંસદ રાહુલ કાસવાને તેમા ટેક્નોલોજી દ્વારા ભાગ લીધો અને તેમને કાર્યકાળની શુભેચ્છા પાઠવી. સમારોહમાં સામેલ થયેલા 41 દેશની 92 હસ્તિઓ તાઈવાનના રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગથી ભાગ લીધો હતો. જેમાં ભારતના બે સાંસદો ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ પણ સામેલ થયા હતાં તાઈવાનની આઝાદીના સમર્થક સાઈ ઈંગ વેને હાલમાં જ બીજીવાર રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. તાઈવાનને અમેરિકાનું પણ સમર્થન મળેલુ છે. આવામાં ભારત અહીં પણ ચીન વિરુદ્ધ ચક્રવ્યૂહ ઘડી શકે છે. 

સાઉથ ચાઈના સીમાં ચીનની દાદાગીરીને પડકાર
સાઉથ ચાઈના સીમાં ક્રૂડ ઓઈલના ઉત્ખનનને લઈને ચીન અને મલેશિયામાં ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સાથે સાથે ચીનના જંગી જહાજ પણ ત્યાં પહોંચેલા છે. ભારતનું માનવું છે કે દક્ષિણ ચીન સાગરથી પસાર થનારા સંચારના સમુદ્રી સંપર્ક હિન્દ પ્રશાંત વિસ્તારની શાંતિ, સ્થિરતા, સમૃદ્ધિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે. હાલની સ્થિતિમાં ભલે ભારત પોતાના વલણમાં ફેરફાર ન કરે પરંતુ જો ચીન કોઈ પણ નાપાક હરકત કરશે તો ભારતના વલણમાં ફેરફાર આવી શકે છે. સાઉથ ચાઈના સીના મોટાભાગના ભૂભાગ પર ચીન પોતાનો દાવો કરે છે જ્યારે પાડોશી દેશ ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, તાઈવાન અને બ્રુનેઈ ચીનના આ દાવાને નકારે છે. હાલમાં જ ચીનના વધતા હસ્તક્ષેપને જોતા ઈન્ડોનેશિયાએ દક્ષિણ ચીન સાગરમાં રહેલા એક દ્વિપ પર પોતાના ફાઈટર વિમાનોને તૈનાત કર્યા હતાં. 

ભારત આવશે કંપનીઓ, ચીનને પડશે આર્થિક ફટકો
દુનિયાની સૌથી પસદંગીના મેન્યુફેક્ચરિંગ હબનો સિક્કો હવે ચીન પરથી હટવાને કગાર છે. કોરોના વાયરસ મહામારીના કારણે પેદા થયેલી મુશ્કેલીઓ વચ્ચે લગભગ 1000 જેટલી કંપનીઓ સરકારના અધિકારીઓ સાથે ભારતમાં પોતાની ફેક્ટરીઓ લગાવવા અંગે વાતચીત કરી રહી છે. તેનાથી ઓછામાં ઓછી 300 કંપનીઓ મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઈઝ, ટેક્સટાઈલ્સ તથા સિન્થેટિક ફેબ્રિક્સના ક્ષેત્રમાં ભારતમાં ફેક્ટરીઓ નાખવા માટે સરકાર સાથે સક્રિય રીતે સંપર્કમાં છે. જો વાતચીત સફળ થશે તો ચીન માટે મોટો આર્થિક ઝટકો સાબિત થશે. આ કંપનીઓ ભારતને વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જુએ છે અને સરકારના વિભિન્ન સ્તરો સમક્ષ પોતાના પ્રસ્તાવ રજુ કરી ચૂકી છે. જેમાં વિદેશમાં ભારતીય દૂતાવાસ અને રાજ્યોના ઉદ્યોગ મંત્રાલયો સામેલ છે. 

જુઓ LIVE TV

હોંગકોંગમાં ચીનને મોટો ફટકો
લદાખમાં ભારતને ઘેરવામાં લાગેલા ચીનને હોંગકોંગમાં મોટો ફટકો પડ્યો છે. અનેકવાર હિંસક થઈ ચૂકેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખતા ચીની સરકારે હોંગકોંગ માટે નેશનલ સિક્યુરિટી કાયદો સંસદમાં રજુ કર્યો છે. જેના વિરુદ્ધ હોંગકોંગમાં લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. આ બાજુ ચીન સમર્થિત પોલીસ લોકતંત્રની માગણી કરી રહેલા પ્રદર્શનકારીઓ પર દમન ગુજારી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news